દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડી રાત્રે બલાર્ડ પિયર સ્થિત ED ઓફિસમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઈ હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ED ઓફિસમાં સવારે 2:30 વાગ્યે લાગેલી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી.
કૈસર-એ-હિંદ બિલ્ડિંગમાં આગ લાગી
જે ઇમારતમાં આગ લાગી તે કૈસર-એ-હિંદ બિલ્ડીંગ તરીકે ઓળખાય છે. સવારે પણ ફાયર બ્રિગેડની ટીમ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી હતી. ઇમારતમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. આગથી થયેલા નુકસાનનો હજુ આંકડો મળી શક્યો નથી. કૈસર-એ-હિંદ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગી છે અને ED ઓફિસ આ માળે આવેલી છે.
કૈસર-એ-હિંદ ઈમારતમાં ED ઓફિસ ઉપરાંત અન્ય ઘણી સરકારી ઓફિસો પણ છે. ફાયર બ્રિગેડના વાહનો છેલ્લા પાંચ કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇમારતના ઉપરના ભાગમાંથી હજુ પણ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. હાલમાં આ આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.