સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ થવાના કેસમાં કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ચેક બાઉંસ થઈ જાય છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પર કડક કાર્યવાહી થશે.
ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ કડક
તાત્કાલિક સુનાવણી કરી કેસોનું નિવારણ લાવવા આદેશ આપ્યા
એક સપ્ટેમ્બર બાદ લેવાઈ શકે છે મોટી એક્શન
સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ થવાના કેસમાં કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ચેક બાઉંસ થઈ જાય છે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પર કડક કાર્યવાહી થશે. દેશમાં વધતા ચેક બાઉંસના કેસમાં કડક વલણ અપનાવવાનો આદેશ આપતા આવા કેસનો જલ્દી નિકાલ કરવામાં આવશે. તેના માટે કોર્ટ એક વિશેષ કોર્ટના નિર્માણનો પણ આદેશ આપ્યો છે.
ચેક બાઉંસ કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની એક બેંચે આદેશ જાહેર કરતા કહ્યું કે, આ મામલાની ટૂંક સમયમાં સુનાવણી થશે અને તેના નિવારણ માટે એક સ્પેશિયલ કોર્ટ પણ બનાવામા આવશે. ન્યાયમૂર્તિ એલ. નાગેશ્વર રાવ, ન્યાયમૂર્તિ બીઆર ગવાઈ અને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટની બેંચે કહ્યું કે, દેશના કેટલાય રાજ્યો જેમ કે, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં મોટી સંખ્યામાં ચેક બાઉંસના કેસો અટવાયેલા પડ્યા છે. ત્યારે આવા સમયે આવા કેસની જલ્દી નિવારણ લાવવા માટે નેગોશિએબલ ઈંસ્ટ્રૂમેંટ્સ એક્ટ અંતર્ગત એક સ્પેશિયલ કોર્ટ બનાવામાં આવશે, જે અંતર્ગત ચેક બાઉંસના કેસોનું નિવારણ લાવવામાં આવશે.
જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે કહ્યું કે, ‘અમે પાયલોટ કોર્ટની રચના અંગે ન્યાય મિત્રના સૂચનોને સામેલ કર્યા છે. આ માટે અમે સમય મર્યાદા પણ આપી છે. તે 1લી સપ્ટેમ્બર 2022 થી શરૂ થવાનું છે. બેન્ચે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે, આ આદેશનો વહેલી તકે અમલ કરવામાં આવે. આ સાથે 21 જુલાઈ 2022 સુધીમાં કેસનું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 28 જુલાઈએ થશે.
દેશભરમાં ચેક બાઉન્સના 44 લાખ કેસ પેન્ડિંગ છે. મોટાભાગના કેસ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પડતર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રમાં લગભગ 5.60 લાખ પેન્ડિંગ છે. તે જ સમયે, રાજસ્થાનમાં 4.79 લાખ, ગુજરાતમાં 4.37 લાખ, દિલ્હીમાં 4.08 લાખ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 2.66 લાખ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ છે. આ તમામ આંકડા 13 એપ્રિલ 2022ના છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ આ કેસોનો વહેલી તકે નિકાલ કરવા કડક છે.