સિક્કિમઃ સિક્કિમમાં શુક્રવારે સેનાના એક વાહનને મોટો અકસ્માત થયો હતો. આ દર્દનાક અકસ્માતમાં સેનાના 3 જેસીઓ સહિત 16 જવાનો શહીદ થયા છે. આ ઘટના ઉત્તર સિક્કિમના જેમામાં બની હતી. અકસ્માત સર્જનાર વાહન ત્રણ વાહનોના કાફલાનો ભાગ હતો. સવારે કાફલો ચટ્ટેનથી થંગુ તરફ આગળ વધ્યો હતો. જેમા તરફ જવાના માર્ગે એક તીવ્ર વળાંક પર વાહન એક ઢોળાવ પરથી નીચે સરકી ગયું. આ અકસ્માતમાં ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 જવાનો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
સેનાએ નિવેદન બહાર પાડ્યું છે
સેનાના જણાવ્યા અનુસાર, ટ્રક એક તીવ્ર વળાંક લેતી વખતે ઉંડી ખીણમાં પડી હતી. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઉત્તરી સિક્કિમના ગેમામાં 23 ડિસેમ્બરે આર્મી ટ્રક અકસ્માતમાં 16 બહાદુર ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો હતો.” તેણે જણાવ્યું હતું કે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ચારને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ જવાનો હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. સેનાએ કહ્યું, દુર્ભાગ્યવશ ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 જવાનોએ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. ભારતીય સેના દુખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.
રક્ષા મંત્રીએ શોક વ્યક્ત કર્યો
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તેઓ સૈનિકોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે. “રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે અત્યંત આભારી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.