ભારતીય સેનાએ લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારને ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુ, જેઓ અત્યાર સુધી આર્મી સ્ટાફના વાઇસ ચીફનો હોદ્દો ધરાવતા હતા, તેમની બદલી સાઉથ વેસ્ટર્ન આર્મી કમાન્ડમાં કરવામાં આવી છે, તેમની જગ્યાએ લેફ્ટનન્ટ જનરલ એએસ ભીંડર લેવામાં આવ્યા છે, જેઓ 28 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.
એમવી સુચિન્દ્ર કુમાર વિશે
જનરલ એમવી સુચિન્દ્ર કુમારે નિયંત્રણ રેખા પર 59 રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયન, ઈન્ફન્ટ્રી બ્રિગેડ અને ઈન્ફન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી છે. જનરલ કુમારે વ્હાઇટ નાઈટ કોર્પ્સની કમાન્ડ પણ કરી છે. તેમણે આર્મી હેડક્વાર્ટરમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ મિલિટરી ઈન્ટેલિજન્સ અને ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઈન્ટેલિજન્સનો હોદ્દો સંભાળ્યો છે. વર્ષ 2021માં તેમણે આસામ રેજિમેન્ટ અને અરુણાચલ સ્કાઉટ્સ રેજિમેન્ટના કર્નલ ઓફ ધ રેજિમેન્ટની જવાબદારી પણ સંભાળી છે.