ઓડિશાના સુંદરગઢ જિલ્લાના એક ગામમાં રવિવારે બપોરે એક ફુટબોલ મેચ દરમિયા આકાશીય વીજળી પડવાથી બે ફુટબોલ ખેલાડીઓના મોત થઈ ગયા છે. આ દરમિયાન લગભગ 25 જેટલા લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે, રવિવારે બપોરે સુંદરગઢ જિલ્લાના નુઆગાંવના બનીલતા વિસ્તારમાં એક મેદાનમાં એક ફુટબોલ મેચ ચાલી રહી હતી. અચાનક આકાશમાં વાદળ મંડાયા અને વરસાદ થવા લાગ્યો. ખેલાડીઓ કવર લેવા માટે દોડી રહ્યા હતા.
આ દરમિયાન આકાશમાંથી વીજળી પડી. જેમાં બે ખેલાડીઓના મોત થઈ ગયા. અન્ય કેટલાક ખેલાડી અને દર્શકો સહિત 25 લોકો ઘાયલ થઈ ગયા હતા. પરતગુટા ગામના માઈકલ સુરીન (16) અને અજય લખુઆ (23)નું મોત થઈ ગયું હતું. જ્યારે 12 ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરાવ્યા છે.
ત્યાર બાદ તેમને રાઉરફેલાની ઈસ્પાત હોસ્પિટલમાં રેફર કર્યા છે. અમુક ઘાયલ લોકોને સ્થાનિક લોકોએ ગાયનો ગોબર તેમની ડોક પર કવર કરી દીધો હતો, તેમનું માનવુ છે કે ,તેનાથી વીજળીની અસર ઓછી થઈ જાય છે. હોસ્પિટલના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, ઘાયલ થયેલા લોકોમાં બેની હાલત અત્યંત ગંભીર છે.
આપને જણાવી દઈએ કે, ઓડિશા દેશમાં સૌથી વધારે વિજળી પડવાની ઘટનાવાળું રાજ્ય છે. છેલ્લા બે દાયકામાં 21.73 લાખ આકાશીય વિજળી પડવાની ઘટનાનો દાવો કર્યો છે. તેમાં 5706 લોકોના જીવ ગયા છે. 2001-2017 અને 2018ને છોડીને 2000 અને 2020ની વચ્ચે દર વર્ષે ઓડિશામાં 10,000થી વધારે આવી ઘટના થઈ છે.