• ફાઈવ-ડે વીકની માગણીને લઈ 27 જૂને સરકારી બૅન્ક કર્મીઓની હડતાળ
• ત્રણ દિવસ સુધી બૅન્ક બંધ રહેશે, નવ બૅન્ક યુનિયનોનું એલાન
• દેશભરના સાત લાખ બૅન્ક કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે
જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં બેન્ક કર્મચારીઑ હડતાળ પર જવાના છે. નવ બૅન્ક યુનિયનની સંયુક્ત સંસ્થા યુનાઈટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન (UFBU)એ 27 જૂને હડતાળ પર જવાની ચીમકી આપી છે. UFBUએ જણાવ્યું છે કે જો સરકાર તેમની માગણીઓ સ્વીકારશે નહીં તો સરકારી બૅન્કોના કર્મચારીઓ એક દિવસ કામકાજથી અળગા રહેશે.જો બેન્ક કર્મચારીઑ 27 જૂને હડતાળ કરે છે
તો સતત ત્રણ દિવસ સુધી બેન્કમાં રજ રહેશે કારણકે 25 જૂને મહિનાનો છેલ્લો અને ચોથો શનિવાર છે, જ્યારે 25 જૂને રવિવારની રાજા આવે છે. આમ એક સાથે ત્રણ દિવસની રજા થઈ જશે. એક સાથે ત્રણ દિવસ બેન્ક બંધ રહેશે તો કરોડોના વ્યવહારને માઠી અસર પડશે. બેન્કોમાં પાંચ દિવસનું સપ્તાહ એટલે કે ફાઈવ-ડે વીક લાગુ કરવાની માગણી છેલ્લા ઘણા દિવસથી યુનિયન દ્વારા કરવામાં આવી રહી છે. જોકે પ્રાઈવેટ સેક્ટરની મોટા ભાગની બૅન્કોમાં આ નિયમન લાગુ છે
ઓલ ઈન્ડિયા બૅન્ક ઓફિસર્સ કન્ફેડરેશન (AIBOC)ના જનરલ સેક્રેટરી સૌમ્યા દત્તાએ જણાવ્યું છે કે, દેશભરના સાત લાખ બૅન્ક કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. ઓલ ઈન્ડિયા બૅન્ક એમ્પ્લોઈ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમે UFBUની બેઠક બાદ જણાવ્યું હતું કે તેમની માગણીઓમાં ફાઈવ-ડે વીક ઉપરાંત પેન્શનધારકો માટે પેન્શન યોજનામાં સુધારા, રાષ્ટ્રીય પેન્શન યોજનાની નાબૂદી અને તમામ બેન્ક કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા વગેરેનો સમાવેશ થાય છે.