ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. CBI 15 જેટલા ઠેકાણે રેડ કરી રહી છે.
લાલુ યાદવની મુશ્કેલી વધી
15 સ્થળોએ CBI ના દરોડા
હજુ થોડા સમય અગાઉ જમીન પર છૂટયા હતા
ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે.તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે. સીબીઆઇએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે.
ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટના (હાલમાં રાબડી)ના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.આ સિવાય સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ‘રેલ્વે નોકરી માટે જમીન કૌભાંડ’ સંબંધિત કેસમાં લાલુ યાદવ સામે નવો કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી રહી છે.
આપને જણાવી દઈએ કે ઘાસ ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા. જામીન બાદ, તેમણે થોડા દિવસો માટે AIIMSમાં પોતાનો ઈલાજ કરાવ્યો, ત્યારબાદ તે તેની મોટી દીકરી મીસા ભારતીના ઘરે છે.