લેબગ્રોન હીરાએ ચીનને પછડાટ આપી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે.
માર્ક્વિઝ સ્ટેપ કટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ ‘ઓમ’ને પ્રમાણિત કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
.ઓમ, નમ: અને શિવાયને જેસીકે લાસ વેગાસ-શોમાં પ્રદર્શિત કરાશે
લેબગ્રોન હીરાના ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલી સુરતની ગ્રીનલેબ ડાયમંડ્સ દ્વારા અદ્યતન લેબમાં બનાવવામાં આવેલા ઓમ, નમ: અને શિવાય નામના ત્રણ લેબગ્રોન હીરાએ ચીનને પછડાટ આપી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટએ 27.27 કેરેટના વિશ્વના સહુથી મોટા માર્ક્વિઝ સ્ટેપ કટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ ‘ઓમ’ને પ્રમાણિત કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉનો સહુથી મોટા હીરાનો ચીનનો રેકોર્ડ બ્રેક કરી નવા કિર્તિમાન સાથે ઓમ, નમ: અને શિવાય નામના હીરાએ લેબગ્રોનના ક્ષેત્રમાં સુરતનું નામ રોશન કર્યું છે.
સુરતની ગ્રીનલેબ ડાયમંડ્સ દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવેલા માર્ક્વિઝ સ્ટેપ કટ હીરાનું ઓમ નામ આપવામાં આવ્યુ છે. 27.27 કેરેટ વજનના વિશ્વના સહુથી મોટા માર્ક્વિઝ સ્ટેપ કટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ ઓમને પ્રમાણિત કરનાર ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) એ જણાવ્યું હતું કે આ હીરો રાસાયણિક વરાળ ડિપોઝિશન (CVD)નો ઉપયોગ કરીને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે.ઓમ, નમ: અને શિવાયને જેસીકે લાસ વેગાસ-શોમાં પ્રદર્શિત કરાશે. ઓમ નામના લેબગ્રોન હીરાની સાથે IGIએ ગ્રીનલેબ ડાયમંડ્સ એલએલપી દ્વારા પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા અન્ય વધુ બે નમ: અને શિવાય નામના લેબગ્રોન હીરાને પણ પ્રમાણિત કર્યો છે. નમ: હીરાનું વજન 15.16 કેરેટ છે અને તે પિઅર રોઝ કટ પોલિશ્ડ હીરો છે. જ્યારે શિવાય નામનો હીરો 20.24 કેરેટ વજન ધરાવે છે અને તે એમરાલ્ડ કટ પોલિશ્ડ હીરો છે.