કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ ટીએસ શિવગ્નનમ આગામી ચીફ જસ્ટિસ હશે. તેઓ કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવનું સ્થાન લેશે, જેઓ માર્ચમાં નિવૃત્ત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે જસ્ટિસ શિવગ્નનમને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવનો કાર્યકાળ 30 માર્ચે પૂરો થશે. ત્યારપછી શિવગ્નનમ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે.
શિવગ્નનમનો જન્મ તમિલનાડુમાં થયો હતો. તેમણે 1986માં વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 23 વર્ષ સુધી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કર્યા પછી, 2011 માં તેમને કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ, 25 ઓક્ટોબર, 2021 ના રોજ, તેઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર કલકત્તા હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા. તેઓ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ પછી બીજા સૌથી વરિષ્ઠ જજ છે. તેમનો કાર્યકાળ 15 સપ્ટેમ્બર 2025 સુધી રહેશે.