અમૃતસરમાં શુક્રવારે ખુલ્લેઆમ ગોળીબાર કરીને હિન્દુ નેતા સુધીર સૂરીની હત્યા સાથે હવે આતંકવાદી કનેક્શન જોડાય ગયું છે .કેનેડામાં બેઠેલા ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી લખબીર લંડાએ સોશિયલ મીડિયા પર સૂરીની હત્યાની જવાબદારી લીધી છે.આતંકવાદી લખીબરે ફેસબુક પર લાંડા હરિકે અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યું છે કે જે લોકો શીખ સમુદાય અથવા અન્ય કોઈ ધર્મ વિશે ખરાબ બોલે છે, તેઓ બધા તૈયાર રહે. દરેકનો વારો આવશે.સિક્યોરિટી લઈને તમે બચી જશો એવું ધારશો નહીં .હજુ તો શરૂઆત છે, અધિકારો લેવાના બાકી છે. ફેસબુક પોસ્ટમાં કેટલું સત્ય છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
થોડા દિવસ અગાઉ અમૃતસરના કટડા અહલુવાલિયામાંથી પકડાયેલા ત્રણ આતંકવાદી અને તરનતારનમાં કાપડના વેપારીની હત્યામાં પકડાયેલા આતંકવાદીઓએ લખબીર લાંડા માટે કામ કરતા હોવાનો ખુલાસો કર્યો હતો. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આતંકવાદીઓએ જણાવ્યું કે તેમને અમૃતસરમાં હિન્દુ નેતા સુધીર સૂરીની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું.આવી સ્થિતિમાં, આ હત્યામાં આતંકવાદી કનેક્શન જોડાયેલું હોવાની શક્યતા વધી ગઈ છે.અમૃતસર એસપી.વિશાલજીત સિંહનું કહેવું છે કે પોલીસ આ પોસ્ટની તપાસ કરી રહી છે.
લખબીર સિંહ ઉર્ફે લંડા કેનેડામાં બેસીને ભારતમાં ખાસ કરીને પંજાબમાં આતંક ફેલાવી રહ્યો છે.પંજાબમાં અનેક કેસમાં વોન્ટેડ લખબીર 2017માં કેનેડા ભાગી ગયો હતો.પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, 33 વર્ષીય લખબીર સિંહ ઉર્ફે લંડા એક ગેંગસ્ટર છે, જે મૂળ તરનતારન જિલ્લાના હરિકેનો છે.હાલમાં તે કેનેડાના સાસ્કાટૂનમાં રહે છે.લંડા પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી હરમિંદર સિંહ ઉર્ફે રિંડા સાથે મળીને પંજાબમાં આતંકવાદી નેટવર્ક ચલાવી રહ્યો છે.મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર પર થયેલા RPG હુમલામાં લખબીર સિંહનું નામ સામે આવ્યું હતું.તરનતારનમાં કાપડના વેપારીની હત્યામાં પણ લખબીરનું નામ સામે આવ્યું હતું.પંજાબમાં તેની સામે 20 ગુનાહિત કેસ નોંધાયેલા છે.
શુક્રવારે પંજાબના અમૃતસરમાં હિન્દુ નેતા સુધીર સૂરીની હત્યાના કેસમાં હવે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર લાંડાની એન્ટ્રી થઈ ગઈ છે. ભાગેડુ આતંકવાદી લખબીરે સોશિયલ મીડિયા પર સૂરીની હત્યાની જવાબદારી લીધી છે. આતંકવાદી લખબીર પહેલાંથી જ સુધીર સૂરીની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. હાલમાં જ ધરપકડ કરાયેલા આતંકવાદીના નજીકના સંબંધીઓએ પોલીસને આ અંગે માહિતી આપી હતી.