Kerala High Court: કેરળના મુલ્લાસેરી કેનાલ રોડના થોટ્ટુંગલ પરમબિલ વિનોદ, જે હાઈકોર્ટના જજ માટે ડ્રાઈવર તરીકે કામ કરતા હતા, તેના પર ચાર લોકોએ કથિત રીતે હુમલો કર્યો હતો. આ હુમલામાં ચારેય આરોપીઓએ ડ્રાઈવરને બેરહેમીથી માર માર્યો હતો. હુમલા બાદ, 45 વર્ષીય ડ્રાઈવરનું સોમવારે કોચીની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
વિનોદના ઘર પર થયેલા હુમલા બાદ પોલીસે હત્યાના પ્રયાસના આરોપમાં ચાર લોકોની કરી ધરપકડ
25 માર્ચે એર્નાકુલમ જિલ્લામાં વિનોદના ઘર પર થયેલા હુમલા બાદ પોલીસે હત્યાના પ્રયાસના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. પીડિતને શહેરની હોસ્પિટલના સઘન સંભાળ એકમમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સોમવારે મૃત્યુ થયું હતું.
કૂતરાને લઈને આરપી અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી.
અહેવાલો અનુસાર, એક આરોપીએ વિનોદના જર્મન શેફર્ડ કૂતરા પર ચપ્પલ ફેંકી દીધું હતું જે તેના ઘરની નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના પર કથિત રીતે ભસતો હતો. આ પછી તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના પગલે વિનોદને ચાર લોકોએ કથિત રીતે અટકાવ્યો હતો અને હુમલો કર્યો હતો.