કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સતીશ જારકીહોલીએ કહ્યું છે કે, ‘હિન્દુ’ શબ્દ ફારસી છે અને તેનો અર્થ ખૂબ ગંદો થાય છે. તેમને એવું પણ કહ્યું કે, અહીંના લોકો પર એક શબ્દ અને એક ધર્મની ફરજ પાડવામાં આવી રહી છે અને આ અંગે યોગ્ય ચર્ચા થવી જોઈએ.અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ, તેના પક્ષના નેતાના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા, તેને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને તેને સ્પષ્ટપણે નકારી કાઢ્યું. કોંગ્રેસના નેતાના નિવેદન બાદ હોબાળો થયો હતો. ભાજપે તેને વોટ બેંક ઇન્ડસ્ટ્રી ગણાવી છે.
જારકીહોલીએ રવિવારે બેલાગાવી જિલ્લાના એક કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે કહ્યું કે – પોતે હિન્દુ ધર્મની વાત કરી રહ્યા છે… હિન્દુ શબ્દ ક્યાંથી આવી ગયો? આ તો પર્શિયન (ફારસ)નો છે. ઈરાન, ઈરાક, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાનનો છે. તો હિન્દુ શબ્દ તમારો કેવી રીતે થઈ ગયો? આના પર વિસ્તારથી ચર્ચા થવી જોઈએ.જારકીહોલીએ કહ્યું કે અત્યારે વ્હોટ્સ એપ અને વિકિપીડિયા પર જૂઓ. આપનો નથી આ શબ્દ. તો પછી તમે તેને આટલો માથા પર ચડાવ્યો છે. આ હું નથી કહી રહ્યો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. ઉલ્લેખનીય છે કે જારકીહોલી કર્ણાટક સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.
#WATCH| "Where has 'Hindu' term come from?It's come from Persia…So, what is its relation with India? How's 'Hindu' yours? Check on WhatsApp, Wikipedia, term isn't yours. Why do you want to put it on a pedestal?…Its meaning is horrible:KPCC Working Pres Satish Jarkiholi (6.11) pic.twitter.com/7AMaXEKyD9
— ANI (@ANI) November 7, 2022
કોંગ્રેસ મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે જારકીહોલીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ અને નકારી દેવા લાયક છે. અમે પણ તેની નિંદા કરીએ છીએ. હિન્દુત્વ એક જીવવાનો અંદાજ છે અને એક સભ્યતા છે. કોંગ્રેસ દરેક ધર્મને સન્માન આપે છે.
ભાજપાએ આ નિવેદન અંગે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને તેને વોટ બેંકનો ઉદ્યોગ ગણાવ્યું હતું. ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું, ‘શિવરાજ પાટિલ પછી હવે કર્ણાટક કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ સતીશ જારકીહોલીએ હિન્દુઓને ઉશ્કેરતા તેમનું અપમાન કર્યુ છે. આ સંયોગવશ નથી. વોટ બેંકનો ઉદ્યોગ છે.’વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિનોદ બંસલે કહ્યું, ‘કોંગ્રેસ હવે ડૂબતી હોડીછે. હવે તેનો કોઈ ખલાસી નથી.