પત્રકારો માટે મોટી જાહેરાત
કોરોનાકાળમાં જીવ ગુમાવનારા પત્રકારોને આર્થિક મદદ
કેન્દ્ર સરકારે 35 પરિવારોને આપી પાંચ-પાંચ લાખની સહાય
કેન્દ્રની મોદી સરકાર કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાની અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, તેમાં જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત આવા પત્રકારોના 16 પરિવારને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેમનું મોત કોવિડ 19ના કારણે થયા હતા.
સરકાર તરફથી નાણાકીય મદદ અંતર્ગત તમામ 35 પત્રકારોના પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવશે. તો વળી જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત સમિતિએ સંસ્થાનના દિશા નિર્દેશ મુજબ બે દિવ્યાંગ પત્રકારો અને પાંચ ગંભીર બિમારીઓનો સામનો કકરી રહેલા પત્રકારોને સારવાર માટે મદદની પણ ભલામણ કરી છે.
સમિતિએ બેઠક દરમિયાન કુલ 1.81 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત કોવિડ 19ના કારણે જીવ ગુમાવનારા પત્રકારોના 123 પરિવારને આર્થિક મદદ મળી ચુકી છે. હાલમાં કુલ 139 પરિવારોને આર્થિક મદદ આપવામાં આવી છે.
આ યોજના વિષમ પરિસ્થિતિઓના કારણે પત્રકારોના મોત થવાના સ્થિતિમાં પરિવારને 5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવે છે. તો વળી સ્થાનિક વિકલાંગતા, ગંભીર દુર્ઘટનાઓ અને ગંભીર બિમારીઓના કેસમાં પત્રકારોને આર્થિક મદદ આપવામાં આવે છે. ગત વર્ષે 134 પત્રકારોને અને તેમના પરિવારને અલગ અલગ ક્ષેણીમાં 6.47 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી છે.