મહારાષ્ટ્રના FDAએ રાજ્યમાં જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના લાઈસન્સને રદ કરી દીધું છે અને રાજ્યમાં પાઉડરના નિર્માણ અને વેચાણને રોકી દેવામાં આવ્યું છે. રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે પાઉડરનું પીએચ અનિવાર્ય સીમાથી ઉપર છે. મહારાષ્ટ્ર એફડીએના સૂત્રોએ સીએનબીસી-ટીવી 18ને જણાવ્યું કે અમે કંપનીને કારણ દર્શક નોટિસ ઈસ્યુ કરીને તેને એ વાત કહેવા માટે કહ્યું છે કે તેમનું લાઈસન્સ શાં માટે રદ ન કરી શકાય. FDAએ જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરના બે નમૂના એકત્રિત કર્યા હતા. તેમાંથી એક પુના અને બીજો નાસિકમાંથી લેવામાં આવ્યો હતો. રિસર્ચમાં એ વાત કહેવામાં આવી છે કે તે શિશુઓની ત્વચાના પાઉડર માટે નક્કી પીએચ માપદંડ પર ખરો ઉતર્યો નથી.
જોન્સન એન્ડ જોન્સને એક પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે સમગ્ર વિશ્વમાં પોર્ટફોલિયો મુલ્યાંકનના હિસ્સાના ભાગ તરીકે અમે તમામ કોર્નસ્ટાર્ચ પર આધારિત બેબી પાઉડર પોર્ટફોલિયોમાં શિફ્ટ થવાનો પ્રોફેશનલ નિર્ણય લીધો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે લાંબાગાળાના વિકાસ માટે બિઝનેસને સારામાં સારી સ્થિતિમાં લાવવા માટે પોતાના પોર્ટફોલિોનું સતત મુલ્યાંકન અને અનુકુલન કરીએ છે. જોન્સન એન્ડ જોન્સને કહ્યું કે તેમનો કોર્નસ્ટાર્ચ આધારિત બેબી પાઉડર પહેલા ઘણા દેશોમાં વેચાઈ ચુક્યો છે.
FDAએ કંપનીને બજારમાંથી ખરાબ પાઉડરના વેચવામાં ઉત્પાદોને પરત લેવા માટે કહ્યું છે. ગત મહિને જોન્સન એન્ડ જોન્સને કહ્યું હતું કે તે 2023માં વૈશ્વિક સ્તર પર ટેલકમ આધારિત બેબી પાઉડરનું વેચાણ બંધ કરી દેશે અને કોર્નસ્ટાર્ચ-આધારિત બેબી પાઉડરના પોર્ટફોલિયોમાં શિફ્ટ થઈ જશે. ઘણા કેસના કારણે અમેરિકા અને કેનેડામાં જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરનું વેચાણ બંધ કરવામાં આવ્યાના બે વર્ષ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.