Global Innovation Index 2022માં ભારત 40મા સ્થાને પહોંચી ગયું છે. 2015માં તે 81માં ક્રમે હતું. અનુક્રમણિકા બતાવે છે કે ભારત સ્ટાર્ટઅપ્સ માટે વધુ સારું વાતાવરણ બનાવવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સતત સુધરી રહ્યું છે. આ પહેલા વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશનના છેલ્લા રિપોર્ટમાં ભારતે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ (GII)માં બે સ્થાનની છલાંગ લગાવી હતી. 2021માં ભારત 46માં ક્રમે હતું.
સંગઠનના જણાવ્યા પ્રમાણે 2015થી ભારતની રેન્કિંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જ્યારે ભારતનો જીઆઈઆઈ 2015માં 81 હતો, જે 2022માં 40માં ક્રમે પહોંચી ગયો છે. આ સુધારો સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે સંશોધન પર ભાર મૂકવાથી આવ્યો છે.
આ સંસ્થાનો દાવો છે કે આ રિપોર્ટથી દુનિયાભરના દેશોની સરકારોને તેમના દેશમાં ઈનોવેશન વધારવામાં મદદ મળશે. તેનો મૂળ ઉદ્દેશ સામાજિક અને આર્થિક પડકારો અને પરિવર્તનમાં નવા વિચારો અને તકનીકોનો સમાવેશ કરવાનો છે. GII રિપોર્ટને સરકારો દ્વારા તેમની નીતિઓને સુધારવાના સાધન તરીકે ગણવામાં આવે છે, જે વર્તમાન પરિસ્થિતિને બદલવામાં મદદ કરે છે.