તેલ અને ગેસના ક્ષેત્રમાં આયાત પર ખૂબ જ નિર્ભર દેશ તરીકે ભારતની ઓળખને બદલવા માટે પ્રતિબદ્ધ છે
અદાણી ગ્રૂપ ભારતમાં રોકાણ કરવાથી ક્યારેય ડર્યું નથી
ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા વર્ષ 2015ની સરખામણીમાં 300 ટકાથી વધુ વધી છે
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે અદાણી એન્ટરપ્રાઇઝિસની વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે ભારત આવનારા વર્ષોમાં સ્વચ્છ ઉર્જામાં મોખરે રહેવાનું છે. અદાણી ગ્રૂપ ભારતમાં રોકાણ કરવાથી ક્યારેય ડર્યું નથી અને અહીં અમે અમારા રોકાણમાં વધારો કરવાનું ચાલુ રાખીશું. અમારું લક્ષ્ય આગામી વર્ષોમાં $70 બિલિયનથી વધુ ખર્ચવાનું છે.
India accelerated its renewable energy footprint despite crisis, Gautam Adani tells shareholders
Read @ANI Story | https://t.co/ti8e3egP7V#GautamAdani #AdaniGroup #Adani #GreenEnergy #Renewable #COP26 #NetZero pic.twitter.com/J12bFI1yja
— ANI Digital (@ani_digital) July 26, 2022
ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે હું માનું છું કે તેલ અને ગેસના ક્ષેત્રમાં આયાત પર ખૂબ જ નિર્ભર દેશ તરીકે – અમે ભારતની ઓળખને બદલવા માટે પ્રતિબદ્ધ છે. અને તેને એવા દેશના રૂપમાં સામે લાવવા માંગીએ છીએ કે જે એક દિવસ ક્લની એનર્જીનું નિકાસકાર બને, જ્યાં વૈશ્વિક રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો છે, છેલ્લા 12 મહિના અથવા એક વર્ષમાં, અમે અન્ય ઘણા ઉદ્યોગોમાં પણ અસાધારણ વૃદ્ધિ દર્શાવી છે.
ગૌતમ અડાણી શેરધારકોને સંબોધિત કરતાં કહ્યું કે, અમે ડેટા સેન્ટર, ડિજિટલ સુપર એપ, ઇન્ડસ્ટ્રિયલ ક્લાઉડ, ડિફેન્સ, એરોસ્પેસ, મેટલ્સ અને મટિરિયલ્સના ક્ષેત્રોમાં એન્ટ્રીઓ કરી છે, આ આત્મનિર્ભર ભારત સાથે એક-એક સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવ્યું છે. આ વર્ષે અમારું ગ્રુપ માર્કેટ કેપિટલાઇઝેશન 200 બિલિયન યુએસ ડોલરને વટાવી ગયું છે.
हमने डेटा सेंटर, डिजिटल सुपर ऐप, औद्योगिक क्लाउड,रक्षा, एयरोस्पेस, धातु और सामग्री के क्षेत्रों में प्रविष्टियां की, ये आत्मानिर्भर भारत के साथ संरेखित होते हुए हुआ। इस साल हमारा समूह बाजार पूंजीकरण 200 अरब अमेरिकी डॉलर से अधिक हो गया: शेयरधारकों को संबोधित करते हुए गौतम अडानी pic.twitter.com/kCdZuSRVV4
— ANI_HindiNews (@AHindinews) July 26, 2022
ગૌતમ અદાણીએ આજે એજીએમમાં જણાવ્યું હતું કે ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા વર્ષ 2015ની સરખામણીમાં 300 ટકાથી વધુ વધી છે. વર્ષ 2020-21ની સરખામણીમાં, ગયા વર્ષે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણમાં 125 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધુ વધારવું અને આ માંગને પૂરી કરવી જરૂરી છે.