ભારતીય નૌકાદળે મંગળવારે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ 75, યાર્ડ 11879ની પાંચમી કલવરી ક્લાસ સબમરીન આજે નેવીને સોંપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, પ્રોજેક્ટ 75 હેઠળ સ્કોર્પિન ડિઝાઇનની છ સબમરીનનું સ્વદેશી બાંધકામ સામેલ છે.
આ સબમરીન મેસર્સ નેવલ ગ્રુપ, ફ્રાન્સના સહયોગથી મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ મુંબઈ ખાતે બનાવવામાં આવી રહી છે. નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું કે, સબમરીનને ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. તેનાથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ વધારો થશે.
પ્રોજેક્ટ 75 શું છે?
આઈકે ગુજરાલ સરકારે 25 સબમરીન હસ્તગત કરવાનો નિર્ણય લીધો હતો. P75 સબમરીનના નિર્માણમાં 30 વર્ષનું આયોજન થયું. 2005માં, ભારત અને ફ્રાન્સે છ સ્કોર્પિન-ક્લાસ સબમરીન બનાવવા માટે $3.75 બિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતમાં Mazagon Docks Shipbuilders Limited અને ફ્રાન્સમાં DCNS તેનું કામ સંભાળે છે. છમાંથી પ્રથમ, INS કલવરી, 2017 માં શરૂ કરવામાં આવી હતી, જે નિર્ધારિત કરતાં પાંચ વર્ષ પાછળ હતી.