બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારતે આજ થી બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. વિદેશ વેપારના મહાનિર્દેશક સંતોષ કુમાર સારંગી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. નોટિફિકેશનામાં બતાવવામાં આવ્યુ છે કે, 9 સપ્ટેમ્બર 2022થી બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખા પર પ્રતિબંધ લાગૂ થઈ ગયો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, દેશનાં કેટલાય વિસ્તારોમાં ઓછા વરસાદના કારણે આ વર્ષે ચોખાનું ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે. આ સ્થિતિને અનુસરીને ભારતમાં હવે ખાદ્ય સુરક્ષાની રક્ષા માટે ઘઉં અને ખાંડ પછી બ્રોકન રાઈસ એટલે ટુકડા ચોખાની નિકાસ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલયના અનુસાર, દુનિયાના ચોખાના બીજા સૌથી મોટા ઉત્પાદક દક્ષિણ એશિયાઈ દેશ ભારતમાં ચોખાના કુલ વાવેતરનો વિસ્તાર આ સિઝનમાં હજુ સુધી 12 ટકા જેટલો ઘટ્યો છે.
ભારતનો વૈશ્વિક ચોખાના વ્યાપારમાં લગભગ 40 ટકા જેટલો ભાગ છે. ભારતે આ વર્ષે મે મહીનામાં ઘઉંના શિપમેન્ટ પર એ કહીને પ્રતિબંધ લગાવી દીધો હતો કે દેશની ખાદ્ય સુરક્ષા જોખમમાં છે. કેમ કે, કેટલાય રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમીના કારણે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ભારતે પોતાના ખાદ્ય પુરવઠાની સુરક્ષા માટે ખાંડની નિકાસ પર પણ રોક લગાવી દીધી હતી.
કૃષિ મંત્રાલયે કહ્યું કે, 12 ઓગસ્ટ સુધીમાં ડાંગરનો વાવેતર વિસ્તાર ઘટીને 30.98 હેક્ટર જ રહ્યો છે, જે એક વર્ષ પહેલા 35.36 હેક્ટર હતો. જો કે, શેરડી માટે ફાળવેલ વિસ્તાર 5.45 મિલિયનથી વધીને 5.52 મિલિયન હેક્ટર થયો છે. જાણકારી અનુસાર, ભારતમાંથી થતી ચોખાની કુલ નિકાસમાં લગભગ 20 ટકા જેટલો હિસ્સો ટુકડા ચોખાનો છે અને દુનિયાના કુલ ચોખાના વ્યાપારમાં ભારતની હિસ્સેદારી 40 ટકા છે.