ઈન્ડોનેશિયાના બાલી શહેરમાં આયોજિત જી20 સમિટમાં ભાગ લેવા માટે આવેલા પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે બાલીમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યાં હતા. પીએમ મોદીએ તેમના સંબોધનમાં એવું કહ્યું કે 2014 પછી ભારતમાં ઘણા બદલાવ આવ્યો છે અને હવે અમે સ્પીડ અને સ્કેલ પર કામ કરી રહ્યાં છીએ. મોદીએ કહ્યું કે ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે હજારો વર્ષ જુનો સંબંધ છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતની પ્રતિભા, ટેક્નોલોજી, ઇનોવેશન, ઇન્ડસ્ટ્રીએ આજે દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. હવે ભારત નાનું નથી વિચારતું. જો પ્રતિમા બનાવવામાં આવી હોય તો સૌથી મોટું, સ્ટેડિયમ બનાવવામાં આવે તો સૌથી મોટું. ૧૦ યુનિકોર્નમાંથી એક ભારતનો છે. વર્ષ 2014થી અત્યાર સુધી અમેરિકાની કુલ વસ્તીની બરાબર બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. 2014 પહેલા અને હવે ભારત વચ્ચે તફાવત છે. આજે ભારત સ્પીડ અને સ્કેલ પર કામ કરી રહ્યું છે. આજે ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. 2014 પહેલા ભારતમાં 2014 બાદ સ્પીડ અને સ્કેલમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આજે ભારત અભૂતપૂર્વ ગતિએ કામ કરી રહ્યું છે.
ભાષણની શરુઆત કરતા મોદીએ કહ્યું કે બાલી સાથે ભારતનો હજારો વર્ષ જૂના જુનો સંબંધ છે. મોદીએ કહ્યું કે ઈન્ડોનેશિયાએ પરંપરાને જીવંત કરી દેખાડી છે. ભારત અને ઈન્ડોનેશિયા 21મી સદીમાં એકબીજા સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે. ઈન્ડોનેશિયાની ભૂમિએ ભારતના લોકોને પ્રેમથી સ્વીકાર્યા, તેમને સમાજમાં સામેલ કર્યા. ભારત અને ઈન્ડોનેશિયાનું જોડાણ માત્ર સુખ માટે નથી. સુખ-દુઃખમાં એકબીજાના દુઃખમાં સહભાગી થવાના છીએ. 2018 માં જ્યારે ઇન્ડોનેશિયામાં મોટો ભૂકંપ આવ્યો, ત્યારે ભારતે તરત જ ઓપરેશન સમુદ્ર મૈત્રી શરૂ કર્યું.
મોદીએ કહ્યું કે આજે, જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યારે ભારતના કટક શહેરમાં બાલીથી 1500 કિલોમીટર દૂર મહાનદીના કિનારે બાલી યાત્રાનો ઉત્સવ ચાલી રહ્યો છે. આ તહેવાર ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના હજારો વર્ષના વેપાર સંબંધોની ઉજવણી છે. કોવિડને કારણે થોડી અડચણો આવી હતી પરંતુ હવે લાખો લોકોની ભાગીદારી સાથે બાલી જાત્રા ભવ્યતા સાથે ઉજવવામાં આવી રહી છે.
કોરોના મહામારી વખતે દવાઓ અને વેક્સિનમાં ભારતની સ્વ નિર્ભરતાને કારણે દુનિયાને ઘણો લાભ મળ્યો હતો.