પશ્ચિમ બંગાળમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ બુધવારે સવારે તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને અન્ય કેટલાક વેપારીઓના ઘર પર દરોડા પાડ્યા હતા. છેલ્લા ઘણા સમયથી વેપારીઓએ વેરો ભર્યો ન હોવાનો આક્ષેપ છે. જેના કારણે આસનસોલ, દુર્ગાપુર અને રાનીગંજમાં તેના પરિસર પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, “અમારા અધિકારીઓ ગઈકાલે દુર્ગાપુર પહોંચ્યા હતા અને બુધવારે સવારથી જ આ વેપારીઓના ઘરની તપાસ શરૂ કરી હતી. તેઓ બેંક ખાતાઓની વિગતો અને અન્ય વિગતો અને તેમની સંપત્તિ સંબંધિત દસ્તાવેજો શોધી રહ્યા છે,” તેમણે જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગના અધિકારીઓ તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સોહરાબ અલી અને અન્ય ઉદ્યોગપતિઓની પણ પૂછપરછ કરી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. તમામ પરિસરની બહાર મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સના જવાનો તૈનાત છે.