મહારાષ્ટ્રમાં ચાલી રહી છે રાજકીય ઊથલપાથલ
મહારાષ્ટ્રના રાજયપાલ ભગત સિંહ કોશ્યારી થયા કોરોના સંક્રમીત
HN રિલાયંસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીકોવિડ પોઝિટીવ આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને હાલમાં HN રિલાયંસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યપાલની તબિયત હાલ કેવી છે, તેમને કોરોનાના ગંભીર કે સામન્ય લક્ષણ છે કે શું તેની જાણકારી હાલ જાહેર કરવામાં આવી નથી. મહારાષ્ટ્રમાં હાલ મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ઉદ્ધવ સરકાર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદે આજે બપોરે રાજ્યપાલને મળવાના હતા તે સમયે જ રાજ્યપાલ કોરોના સંક્રમિત આવ્યા છે.
મહારાષ્ટ્રમાં હાલમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં છે. તેમના મંત્રી એકનાથ શિંદેએ બળવાખોર વલણ અપનાવ્યું છે. તેમની સાથે શિવસેના અને અપક્ષ સહિત 40 ધારાસભ્યો છે. આ તમામ લોકો હાલ આસામના ગુવાહાટીમાં હાજર છે. મહારાષ્ટ્રમાં યોજાયેલી એમએલસી ચૂંટણીમાં કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેનો ફાયદો ભાજપને મળ્યો.આ પછી જ એકનાથ શિંદે અને બાકીના ધારાસભ્યો પહેલા ગુજરાત ગયા. ગઈકાલે તમામ ધારાસભ્યો સુરતમાં રોકાયા હતા. હવે તેઓ સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે.
આ પછી જ એકનાથ શિંદે અને બાકીના ધારાસભ્યો પહેલા ગુજરાત ગયા હતા. ગઈકાલે તમામ ધારાસભ્યો સુરતમાં રોકાયા હતા. હવે તેઓ સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં બાકીના ધારાસભ્યોને બચાવવા માટે બાકીના ધારાસભ્યોને હોટલમાં મોકલી દીધા છે, કારણ કે એકનાથ શિંદેના દાવાઓ સતત વધી રહ્યા છે. ઉદ્ધવ સરકારને સતત ધમકી મળી રહી છે. મનાવવા માટે પ્રયાસો ચાલુ છે પરંતુ હાલમાં કોઈ સફળતા દેખાતી નથી.