દેશના 15માં રાષ્ટ્રપતીની ચૂંટણી આગામી 18 જૂને યોજશે
સામાન્ય ચૂંટણી કરતાં અલગ હોય છે રાષ્ટ્રપતીની ચૂંટણી
કુલ 4,809 મતદારો કરશે મતદાન
આગામી 18 જૂલાઈના રોજ દેશના 15માં રાષ્ટપતિ માટેની ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે શું તમે જાણો છો કે આ ચૂંટણીમાં દેશની સામાન્ય જનતા મતદાન કરી શકતી નથી: તો કોણ મતદાન કરે છે અને કેવી રીતે દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે તે ઘણા લોકો જાણતા નથી ત્યારે ચાલો આજે રાષ્ટ્રપતિની ચૂંટણીની આખી પ્રક્રિયા જાણીએ…
દેશના 15માં રાષ્ટ્રપતીની ચૂંટણી આગામી 18મી જુલાઈએ યોજશે, જ્યારે 21 જુલાઈએ મતગણતરી હાથ ધરવામાં આવેશે. આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 4,809 મતદારો મતદાન કરશે. જોકે આ વખતે કોઈપણ રાજકીય પાર્ટી વ્હીપ નહીં કરી શકે તેવું ચૂંટણી પંચે જણાવ્યુ છે.
રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ 1952 મુજબ, ચૂંટણી પંચ વર્તમાન રાષ્ટ્રપતિની મુદત પૂરી થાય તેના 60મા દિવસે અથવા તેના પછી ચૂંટણી બોલાવતી સૂચના બહાર પાડે છે. દેશના રાષ્ટ્રપતીની ચૂંટણી જટિલ પ્રક્રિયા હોય છે. લોકસભાના સભ્યો અથવા વડાપ્રધાનની ચૂંટણી કરતાં આ ચૂંટણીની પ્રક્રિયા અલગ જ હોય છે.રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો દ્વારા કરવામાં આવે છે. જેમાં લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સાથે કેન્દ્ર પ્રદેશ દિલ્હી અને પુડુચેરી સહિત રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મતદાન કરી શકે છે. જ્યારે સંસદ અથવા વિધાનસભા ગૃહમાં નામાંકિત સભ્યો ઇલેક્ટોરલ કૉલેજમાં પાત્ર નથી અને મતદાન કરી શકતા નથી.જે અંતર્ગત લોકસભાના 543 સભ્યો, રાજ્યસભાના 233 સભ્યો અને વિધાનસભાના કુલ 4120 સભ્યો રાષ્ટ્રપતી માટે મતદાન કરે છે.આ વખતે ચૂંટણી પંચે જણાવ્યું છે કે “સાંસદના મતનું મૂલ્ય 700 હશે. જેઓ નિવારક અટકાયતમાં છે તેઓ મતદાન કરી શકે છે અને જેલમાં હોય તેઓએ પેરોલ માટે અરજી કરવી પડશે અને જો તેમને પેરોલ મળે તો તેઓ મતદાન કરી શકશે.”
આ વર્ષે મતદારે ઉમેદવારોના નામની સામે પસંદગીઓને માત્ર એક ખાસ પેનથી ચિહ્નિત કરવાની રહેશે, જે નિયુક્ત અધિકારી દ્વારા પ્રદાન આપવામાં આવશે. જેની જાણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.રાષ્ટ્રપતિની ચૂંટણીની મતદાન પદ્ધતિ એક જ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વની સિસ્ટમ પર આધારિત છે. બેલેટ પેપર પર કોઈ ચૂંટણી ચિન્હ નથી. તેના બદલે, ત્યાં બે કૉલમ છે. પ્રથમ કોલમમાં ઉમેદવારોના નામ છે અને બીજામાં પસંદગીનો ક્રમ હોય છે.મતદાર સભયો દરેક ઉમેદવાર સામે તેમની પસંદગીને ચિહ્નિત કરે છે અને પછી મતોની ગણતરી કરવામાં આવે છે. તેઓ મતદાનથી દૂર રહેતા નથી અને કોઈ બેલેટ પેપર નથી કે જે પસંદગીના યોગ્ય ચિહ્નના આધારે રદ કરી શકાય.આ પદ્ધતિ અને પ્રક્રિયાના આધારે ભારતમાં 14 રાષ્ટ્રપતિઓ મળ્યા છે. ત્યારે હવે 15માં રાષ્ટ્રપતી માટે મતદાન કરવામાં આવનાર છે.