બિહારમાં ભયાનક અકસ્માત, ટ્રકે 8 લોકોને કચડી નાખ્યા; પીએમ મોદીએ કર્યો શોક વ્યક્ત
તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રવિવારે બિહારના વૈશાલી જિલ્લામાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે.ત્યાં સુલતાનપુર 28 તોલા પાસે એક ટ્રક ઘણા લોકો પર ચડી ગઈ હતી. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં છ બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનામાં વધુ 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત હજુ પણ નાજુક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો રસ્તાના કિનારે પૂજા કરી રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેમની ઉપર ચડી ગયો. ટક્કર બાદ ટ્રક બેકાબુ બનીને રોડની કિનારે અથડાઈ હતી.
વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે બિહારના વૈશાલીમાં થયેલ અકસ્માત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય. વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
The accident in Vaishali, Bihar is saddening. Condolences to the bereaved families. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 20, 2022
ટ્રક ચાલક પણ ઘાયલ
અકસ્માતના સ્થળે ભારે ભીડ ઉમટી પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવર દારૂના નશામાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. અકસ્માત બાદ ડ્રાઈવરે ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ઝાડ સાથે અથડાઈ હતી. અથડામણ બાદ ટ્રક ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં સ્ટેરીંગમાં ફસાયેલો જોવા મળ્યો હતો.