કેરલ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.
દેશભરમાં ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. કેરળ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી છે.
આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક યોજી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. આ વચ્ચે જોવા જઈએ તો NIA અને EDની રડાર પર પીએફઆઈના ચેરમેન ઓએમએ સલામ પણ છે, જેમના ઘરે અડધી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્રની મોટી બેઠક હાલ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA અને EDની ટીમે રાજ્ય પોલીસની સાથે મળીને 10 રાજ્યોમાં દરોડા પાડ્યા અને આ દરમિયાન PFIના 100થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ કોઈમ્બતુર, કુડ્ડલોર, રામનાડ, ડીંડુગલ, થેની અને થેનકાસી સહિત તમિલનાડુમાં અનેક સ્થળોએ PFIના પદાધિકારીઓના ઘરોની તપાસ કરી હતી.