ડીઆરઆઈએ મુંબઈ એરપોર્ટ પરથી 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરી લીધું છે. આ મામલામાં એક યાત્રી અને ધાનાની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે મામલામાં ડીઆરઆઈની કાર્યવાહી અંતર્ગત ધાનાની મહિલાની દિલ્હીની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈના મુંબઈ યુનિટે મંગળવારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રેપ ગોઠવી હતી.
ટીમને માહિતી મળી હતી કે આફ્રિકાનો દેશ માલાવીથી કતર થઈને મુંબઈ જઈ રહેલો એક મુસાફર દેશમાં ડ્રગ્સની તસ્કરી કરવાની કશિશ કરી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ડીઆરઆઈના અધિકારીઓની વોચ અને શંકાસ્પદ હલચલ પર નજર રાખનારી ટીમેને મુંબઈ એરપોર્ટ પર તહેનાત કરવામાં આવી હતી. શંકાસ્પદ યાત્રીને રોકીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. સામાનની શોધખોળ દરમિયાન ડીઆરઆઈ અધિકારીઓએ 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું.
જેને ટ્રોલી બેગમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. ડીઆરઆઈના અધિકારીએ જણાવ્યું કે જપ્ત હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 100 કરોડ રૂપિયાથી વધુ છે. તેમણે જણાવ્યું કે મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થાનિક કોર્ટે મુસાફરને રિમાન્ડ પર લેવા અંગેનો ઓર્ડર કર્યો છે. તે પછી કરવામાં આવેલી કાર્યવાહીમાં ડીઆરઆઈના અધિકારીઓએ ધાનાની એક મહિલાની ધરપકડ કરી છે. જે તસ્કરી કરવામાં આવેલી આ પ્રતિબંધિત સામગ્રીને દિલ્હીમાં લાવવાની હતી.
અધિકારીએ કહ્યું છે કે ધાનાની આ મહિલા નાગરિક જ્યારે માદક પદાર્થના સપ્લાયને લેવા માટે આવી તો તેની દિલ્હીની એક હોટલમાંથી ધરપકડ કરવમાં આવી છે. તેમણે જણાવ્યું કે મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને દિલ્હીમાં કોર્ટમાંથી ટ્રાન્ઝીટ રિમાન્ડ મળવા પર મુંબઈ લાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.