કેદારનાથમાં એક હોલિકોપ્ટ ક્રેશ થઈ ગયું છે. આ ઘટનામાં બે પાયલોટ અને ચાર યાત્રીઓ સહિત છ લોકોનાં મોત નીપજ્યા છે. આ મૃતકોમાં ત્રણ ગુજરાતી યાત્રી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના ગૌરીકુંડની પાસે થઈ છે. હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતુ જેમાં છ લોકો સવાર હતા. આ અંગેની જાણ સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાના ટ્વિટરમાં ટ્વિટ કરીને આપી છે. તેમણે જણાવ્યુ છે કે, કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તૂટી પડેલ છે.
જેમાં ભાવનગરની દીકરીઓ હતી તે ખબરથી ચિંતિત છું . વડા પ્રધાનશ્રી તથા મુખ્ય મંત્રીશ્રી ને વિનંતી છે કે, સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરે. સાંસદ શક્તિસિંહ ગોહીલે ટ્વિટ કરેલી ટિકિટની વિગતો પ્રમાણે, પૂર્વા બારડ 26 વર્ષની, કૃતિ બારડ 30 વર્ષની છે. જ્યારે ઊર્વી રામાનુજ 25 વર્ષની છે.
ત્રણ ભાવનગરની મૃતક દીકરીઓના નામ: પૂર્વા બારડ, કૃતિ બારડ અને ઊર્વી રામાનુજ