કેરળમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ સાથે જોડાયેલી અલગ અલગ ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે. કેન્દ્રીય હવામાન વિભાગે માહિતી આપી છે કે કેરળના કિનારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં નવું લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે કેરળમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદની સંભાવના છે. કેન્દ્રીય હવામાન વિભાગે માહિતી આપી છે કે આજે અને 25 મે સુધી વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી
મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી પર રચાયેલ એક મજબૂત પ્રેશર મધ્ય બંગાળની ખાડી પર ગંભીર પ્રેશરમાં તીવ્ર બન્યું છે. તે 25 મેની સવાર સુધીમાં મધ્ય-પૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં અને 25 મેની સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે. કેન્દ્રીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 26 મેની રાત્રે બાંગ્લાદેશ-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે ભૂસ્ખલન થવાની સંભાવના છે.
વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ
હાલમાં કેરળના એર્નાકુલમ વિસ્તારમાં ભારે વરસાદ ચાલું છે, જેના કારણે થઇને મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું છે. જેના કારણે થઇને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમને પાણીની વચ્ચેથી મહામુસીબતે વાહણો પસાર કરવા પડી રહ્યા છે.
વૃક્ષો ધરાશાયી થયા
હવામાન વિભાગ દ્વારા આજે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પથાનમથિટ્ટા, અલ્લાપુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં અવિરત વરસાદને કારણે થ્રિસુરના સેન્ટ થોમસ રોડ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં વાહનોને નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રસ્તો સાફ કરાવ્યો હતો.