સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘર તિરંગા અભિયાન શરૂ થશે
સામાન્ય જનતા માટે તિરંગો ફરકાવવાના નિયમો બદલાયા
હવે રાત દિવસ ફરકાવી શકશો તિરંગો
હવે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે રાત દિવસ તિરંગો ફરકાવી શકશે. કારણ કે કેન્દ્રની મોદી સરકાર સ્વતંત્રતા દિવસ પહેલા ‘હર ઘર તિરંગા સમારંભ’થી તિરંગો ફરકાવાના નિયમોમાં મહત્વના ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનતાને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાની મંજૂરી હતી.
સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના એક પત્રમાંથી આ વાત સામે આવી છે. તેમણે 20 જૂલાઈએ તમામ સચિવોને આ પત્ર લખ્યો હતો. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તિરંગો ફરકાવવાના નવા નિયમો તે દિવસથી જ લાગૂ પડે છે. પત્રમાં નવા નિયમોને લઈને કહેવામા આવ્યું છે કે, ભારતીય ધ્વજ સંહિતા 2002માં સંશોધન કરવામાં આવ્યું છે. નવા નિયમ આ પ્રકાર હશે. રાષ્ટ્રીય ધ્વજ કોઈ પણ ખુલ્લા સ્થાન પર અથવા તો કોઈ જનતાના સભ્યના ઘરમાં તે ફરકાવવામાં આવે છે, હવે તેને રાત દિવસ ફરકાવી શકાશે.
આપને જણાવી દઈએ કે આ અગાઉ નિયમ હતો કે, જ્યારે રાષ્ટ્રીય ધ્વજને ખુલ્લી જગ્યા પર ફરકાવવામાં આવે છો, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવો જોઈએ. પછી ભલેને હવામાન ગમે તેવું હોય.
ગૃહ સચિવે પોતાના પત્રમાં કહ્યું છે કે, આ પગલાથી નાગરિકોને હર ઘર તિરંગા સમારંભમાં ભાગ લેવા અને પોતાના ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવ્યું છે. આ વર્ષે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ પણ મનાવી રહ્યા છીએ. તો આવો આપણે તિરંગા આંદોલનને મજબૂત કરીએ. 13થી 15 ઓગસ્ટ વચ્ચે ઘરમાં તિરંગો ફરકાવીએ. કેન્દ્રીય ગૃહસચિવે પોતાના પત્રમાં કહ્યું કે, સરકારને આશા છે કે, 13 ઓગસ્ટની નજીક લગભગ 30 કરોડ ઘરોમાં તિરંગો ફરકાવવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, હર ઘર તિરંગા સમારંભના સંબંધમાં શુક્રવારે પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને જનતાને તેમાં ભાગ લેવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું કે, આ વર્ષ, જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. તો આવો હર ઘર તિરંગા આંદોલનને મજબૂત કરીએ, 13થી 15 ઓગસ્ટ વચ્ચે તિરંગો ફરકાવીએ અને ઘરોમાં પ્રદર્શિત કરીએ. આ આંદોલન રાષ્ટ્રીય ધ્વજ સાથે આપણા જોડાણને વધારે મજબૂત કરશે.