આર્થિક મોરચે સારા સમાચાર છે. જીએસટી કલેક્શનના આંકડામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. નાણાં મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 26 ટકા વધીને 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. સતત સાતમા મહિને જીએસટીની આવકમાં વધારો જોવા મળ્યો છે. નાણાં મંત્રાલયે કહ્યું કે ઓગસ્ટમાં કલેક્શન 1.47 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે .
જેમાં 25,271 કરોડ રૂપિયાના સીજીએસટી કલેક્શન, 31,813 કરોડ રૂપિયાના એસજીએસટી કલેક્શન, 80,464 કરોડ રૂપિયાનું આઇજીએસટી કલેક્શન (માલની આયાત પર એકત્રિત 41,215 કરોડ રૂપિયા સહિત) અને 10,137 કરોડ રૂપિયાના સેસનો સમાવેશ થાય છે.
સરકાર જીએસટી હેઠળ કેટલાક મામલાને ડીક્રિમિનલાઇઝ કરવા પર કામ કરી રહી છે. આ અંતર્ગત કાર્યવાહીની મર્યાદામાં વધારો કરવા અને સમજૂતી સાથે ઉકેલી શકાય તેવા ગુનાઓના દર ઘટાડવાની વિચારણા ચાલી રહી છે. હાલમાં જીએસટી ચોરી અથવા પાંચ કરોડથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના દુરુપયોગ માટે ભૂલ કરનાર એકમ સામે કેસ ચલાવવાની જોગવાઈ છે.