પશ્ચિમ બંગાળના કોલકાતામાં બાળ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક દંપતિએ તેમની 23 દિવસની પૌત્રીને 30,000 રૂપિયામાં વેચી દીધી. જોકે, પોલીસે યુવતીને બચાવી લીધી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે બાળકીને વેચી દંપતી બિહાર ભાગી ગયા હતા. બંને આરોપીઓની બિહારના ગયાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઉપરાંત પોલીસે બાળકીને ખરીદનાર મહિલાની પણ ધરપકડ કરી છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે કહ્યું કે તેઓ હવે આ ટોળકીમાં તેમના સિવાય અન્ય કોઈ સામેલ છે કે કેમ તે શોધી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે બચાવી લેવામાં આવેલી બાળકીની તબિયત બિલકુલ ઠીક છે.