દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડી ગઈ
નાણાંકીય વર્ષની શાનદાર શરૂઆત સાથે ઈતિહાસનું સૌથી રેકોર્ડ કલેક્શન
2021ની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં GST કલેક્શનમાં 44 ટકાનો વધારો થયો
દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડી ગઈ છે નવા નાણાંકીય વર્ષની શાનદાર શરૂઆત સાથે ઈતિહાસનું સૌથી રેકોર્ડ કલેક્શન દર્શાવ્યા બાદ મે, 2022ના વર્ષમાં જીએસટી કલેક્શન માસિક દ્રષ્ટિએ 16% ઘટ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન મે મહિનામાં માસિક ધોરણે 16 ટકા ઘટીને રૂ. 1.41 લાખ કરોડ થયું છે. ગયા મહિને એટલે કે એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે.
નાણા મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડામાં માહિતી આપી કે મે 2021ની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં GST કલેક્શનમાં 44 ટકાનો વધારો થયો છે. મે મહિનામાં કલેક્શન હંમેશા એપ્રિલ મહિના કરતાં ઓછું નોંધાયું છે. એપ્રિલ મહિનો નાણાકીય વર્ષની શરૂઆત દર્શાવે છે અને મે મહિના માટેનું કલેક્શન એપ્રિલ મહિનાના રિટર્ન સાથે જોડાયેલું છે,” નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
મે મહિનાના કુલ GST કલેક્શનમાંથી સેન્ટ્રલ GSTના રૂ. 25,036 કરોડ સ્ટેડ જીએસટીના રૂ. 32,001 કરોડ અને ઈંટીગ્રેટેડ જીએસટીના રૂ. 73,345 કરોડ રૂપિયા ઉપરાંત રૂ. 10,502 કરોડ કમ્પનસેશન સેસના છે. જોકે ISGTમાંથી સરકારે સેન્ટ્રલ જીએસટીમાં રૂ. 27,924 કરોડ અને સ્ટેટ જીએસટીમાં રૂ. 23,123 કરોડ ચૂકવ્યા છે. આ રીતે સેટલમેન્ટ પછી મે મહિનામાં સેન્ટ્રલ જીએસટીનું કુલ કલેક્શન રૂ. 52,960 કરોડ અને સ્ટેટ જીએસટીનું કુલ કલેક્શન રૂ. 55,124 કરોડ હતું.
જુલાઈ 2017માં GST સિસ્ટમ લાગુ થયા બાદ આ ચોથી વખત છે જ્યારે માસિક GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર એપ્રિલમાં કુલ 7.4 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે માર્ચના 7.7 કરોડ ઈ-વે બિલ કરતાં લગભગ 4 ટકા ઓછા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સતત 11મો મહિનો છે જ્યારે GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે. GST કલેક્શનના છેલ્લા એક વર્ષના એક આંકડા નીચે મુજબ છે.