આગામી સમયમાં સોના-ચાંદી અને ખાદ્ય તેલના ભાવ ઘટશે
સરકારે પામ ઓઇલ, સોના અને ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ ઘટાડી
જોકે ક્રૂડ પામોલિનના ભાવાં કર્યો વધારો
કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઇલ, સોયા ઓઇલ, સોના અને ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો કર્યો છે. આ અંગે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, નવી કિંમતો આજથી એટલે કે ગુરુવારથી અમલમાં આવી ગઈ છે. બીજી તરફ સરકારે ક્રૂડ પામોલિન સહિત અન્ય પામોલિન અને બ્રાસક્રેપ્સના ભાવમાં વધારો કર્યો છે. સરકાર દર 15 દિવસે તેલ, સોના અને ચાંદીની બેઝ પ્રાઈઝના ભાવમાં ફેરફાર કરે છે. બેઝ પ્રાઈસના આધારે આયાતકાર આયાત પર કેટલો ટેક્સ ભરશે તે નક્કી થાય છે.
ભારત ખાદ્યતેલોનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ છે. સરકારે ગયા મહિને 20 લાખ ટન સોયા તેલની ડ્યૂટી ફ્રી આયાતને મંજૂરી આપી હતી. સોના-ચાંદીને બાદ કરતાં બાકીની તમામ કોમોડિટીની બેઝ પ્રાઇઝ ડોલર પ્રતિ ટનમાં નક્કી કરવામાં આવે છે. સોનાના ટેરિફ 10 ગ્રામ દીઠ ડોલર અને ડોલર પ્રતિ કિલોના આધારે ચાંદીના ટેરિફના આધારે નક્કી કરવામાં આવે છે. બેઝ પ્રાઇસમાં ઘટાડાથી સામાન્ય લોકોને ફાયદો થશે.
ટકાવારીના આધાર પર નજર કરવામાં આવે તો સૌથી વધુ ઘટાડો ચાંદીની બેઝ પ્રાઈઝમાં કરવામાં આવ્યો હતો. ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસમાં 3.6 ટકાનો ઘટાડો થયો છે. સોનાની વાત કરીએ તો આ પીળી ધાતુની બેઝ પ્રાઈઝમાં 2 ટકાનો ઘટાડો થયો છે. સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ 597 ડોલર પ્રતિ 10 ગ્રામથી ઘટાડીને 585 ડોલર કરવામાં આવી છે. ચાંદીની બેઝ પ્રાઈઝ 721 ડોલર પ્રતિ કિલોગ્રામથી ઘટીને 695 ડોલર થઈ ગઈ છે.
1625 ડોલરથી ઘટાડીને 1620 ડોલર પ્રતિ ટન કરી દેવામાં આવ્યો છે. સાથે જ કાચા સોયાબીન તેલની બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ 1,866 ડોલરથી ઘટાડીને 1831 ડોલર પ્રતિ ટન કરી દેવામાં આવી છે. આરબીડી પામ ઓઇલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ વધારીને 1,757 ડોલર પ્રતિ ટન કરવામાં આવી છે, જે અગાઉ 1,733 ડોલર હતી. અન્ય પામ ઓઈલની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝમાં ટનદીઠ 10 ડોલરનો વધારો કરવામાં આવ્યો છે. બેઝ પ્રાઈસ ઘટાડાને કારણે આગામી સમયમાં સોના ચાંદી અને ખાદ્ય તેલના ભાવ ઘટી જશે. સરકાર દર 15 દિવસે બેઝ પ્રાઈસમાં વધારો કે ઘટાડો કરે છે.