આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ ગગડ્યો છે. ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છેલ્લા સાત મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 92 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેન્ડ કરે છે. પરંતુ દેશમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. 21મી મેએ કેન્દ્ર સરકારે છેલ્લી વાર પેટ્રોલ-ડીઝલન એક્સાઇડ ડ્યૂટી ઓછી કરી હતી. આ પછી સમગ્ર દેશમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું.
એક્સપર્ટનું કહેવું છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા ઓછા થઈ શકે છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઇલ 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતું, જે જૂનમાં 125 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું. અત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 92.84 પ્રતિ રૂપિયા છે.