જો આપ પણ ફ્રી રાશન યોજનાનો લાભ લઈ રહ્યો છો, તો આપના માટે સારા સમાચાર આવી રહ્યા છે. સરકારે મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત હવે ફ્રી રાશનકાર્ડ લાભાર્થીઓને 21 કિલો ઘઉં અને 14 કિલો ચોખા આપતી સ્કીમની શરુઆત કરી છે એટલે કે, હવેથી આપને વધારે ઘઉં અને ચોખાનો ફાયદો મળશે. સરકારે અંત્યોદય રાશન કાર્ડ ધારકોને 21 કિલો ઘઉં અને 14 કિલો ચોખા આપવાનો નિર્ણય કર્યો છે. તો વળી સામાન્ય રાશન કાર્ડ ધારકોને 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા જ મળશે. જો કે, આ વખતે કાર્ડધારકોને 2 રૂપિયે પ્રતિ કિલો ઘઉં અને 3 રૂપિયે પ્રતિ કિલો ચોખા માટે રૂપિયા આપવાના રહેશે.
દેશભરમાં સરકાર રાશન કાર્ડધારકોને કેટલાય પ્રકારની સુવિધાઓ આપી રહી છે, જેનાથી ગ્રાહકોને મોટો ફાયદો થઈ રહ્યો છે. તેની સાથે જ સરકારે કોરોના કાળથી લઈને અત્યાર સુધીમાં કરોડો લોકોને ફ્રી રાશનની સુવિધા આપી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તેનો ફાયદો મળી રહ્યો છે. તેની સાથે જ જે રાશન કાર્ડ સંચાલક પાસે મીઠુ, તેલ અને ચણાના પેકેટ વેચી રહ્યા છે, તેમને સરકારના આદેશ અનુસાર, અંત્યોદય કાર્ડ ધારકોને ફ્રીમાં વહેંચવામાં આવશે.
સરકારે કહ્યું કે, આમ વહેલા તે પહેલાના ધોરણવાળા નિયમનું પાલન કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, હાલમાં દેશભરમાં 80 કરોડ લોકો ગરીબ કલ્યાણ યોજનાનો ફાયદો લઈ રહ્યા છે. પણ હજુ સુધી સરકારે લગભગ 10 લાખ કાર્ડધારકોના કાર્ડ રદ કરી ચુકી છે. આપને જણાવી દઈએ કે, કેટલાય અપાત્ર લોકો રાશન કાર્ડની સુવિધાનો ફાયદો લઈ રહ્યા છે. જેના કારણે સરકારે અપાત્ર લોકોના રાશન કાર્ડ રદ કરવાનો નિર્ણય કર્યો છે.