દરેક પરિવારને ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટની બેઠક દરમ્યાન આ જાહેરાત કરી
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વિટ કરી તેની જાણકારી આપી
ગોવા સરકારે કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય લેતા રાજ્યમાં દરેક પરિવારને ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટની બેઠક દરમ્યાન આ જાહેરાત કરી.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વિટ કરી તેની જાણકારી આપી જણાવ્યું કે કેબિનેટે નવા નાણાંકીય વર્ષથી ભાજપના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા વચન અનુસાર ત્રણ સિલિન્ડર મફત આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતુ કે જો ભાજપ સત્તામાં આવે છે તો પ્રદેશના દરેક પરિવારને દર વર્ષમાં ત્રણ એલપીજી સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે.ત્યાર બાદ ગોવા સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે આયર્ન અને ખાણકામને ફરીથી શરૂ કરવા અને રોજગાર સર્જન હાલના કાર્યકાળ દરમ્યાન તેની પ્રાથમિકતા રહી છે. વિરોધીઓ દ્વારા તેમને આકસ્મિક મુખ્યમંત્રી બતાવતા સાવંતે કહ્યું કે આ વખતે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા છે, તેમને પસંદ કરવામાં આવ્યાં નથી.