ગેસ કનેશાન લેવામાં કંપનીએ કર્યો ભાવ વધારો
રેગ્યુલેટરના ભાવમાં પણ કરાયો વધારો
સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો પડશે માર
દેશમાં મોંઘવારીએ માઝા મૂકી દીધીછે. રોજે નવી નવી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. રોજે કોઈને કોઈ વાસ્તુના ભાવ વધી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જો આપ નવું રસોઈ ગેસ કનેક્શન લેવાનું પ્લાન કરી રહ્યા છો, તો આ સમાચાર આપના માટે ઝાટકો આપશે, પેટ્રોલિયમ કંપનીઓએ ઘરેલૂ ગેસના નવા કનેક્શનની કિંમતમાં વધારો કર્યો છે. પહેલા એક સિલેન્ડરના કનેક્શન લેવા માટે 1450 રૂપિયા આપવા પડતાં હતા. પણ હવે તેના માટે 750 રૂપિયાથી વધારે એટલે 2200 રૂપિયા આપવા પડશે.હકીકતમાં જોઈએ તો, પેટ્રોલિયમ કંપનીઓ તરફથી 14.2 કિલો વજનવાળા ગેસ સિલેન્ડરના કનેક્શન પર પ્રતિ સિલેન્ડર 750 રૂપિયાનો વધારો કર્યો છે. જો આપ બે સિલેન્ડરવાળા કનેક્શન લેવા માગો છો તો આપને 1500 રૂપિયા વધારે આપવા પડશે. એટલે કે, તેના માટે આપે કુલ 4400 રૂપિયા સિક્યોરિટી તરીકે આપવા પડશે. આ અગાઉ તેના માટે 2900 રૂપિયા હતા, કંપનીઓ તરફથી આ વધારે 16 જૂનથી લાગૂ થશે.
આવી રીતે રેગ્યુલેટર માટે પણ આપને 150 રૂપિયાની જગ્યાએ હવે 250 રૂપિયા ખર્ચ કરવો પડશે. ઈંડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવાયુ છે કે, 5 કિલોના સિલેન્ડરની સિક્યોરિટી હવે 800 રૂપિયાની જગ્યાએ 1150 રૂપિયા કરી દેવામાં આવી છે.કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને પણ નવા દર લાગૂ થવાથી ઝટકો લાગ્યો છે. ઉજ્જવલા યોજના અંતર્ગત ગ્રાહકો જો પોતાનું કનેક્શન પર સિલેન્ડરને ડબલ કરવા માગે છે તો, બીજા સિલેન્ડર માટે પણ સિક્યોરીટ વધારાના ચાર્જ સાથે જમા કરાવાની રહેશે. જો કે, કોઈ નવા કનેક્શન મળે તો, તેને સિલેન્ડરની સિક્યોરિટી પહેલાની માફક જ આપવાની રહેશે.