મમતા સરકારનાં પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીની ભરતી કૌભાંડમાં ધરપકડ
અર્પિતા મુખર્જી પણ EDની કસ્ટડીમાં
તેના નજીકના લોકો પાસેથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું રિકવર
EDએ તેના નજીકના લોકો પાસેથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું રિકવર કર્યું છે. શુક્રવારે EDએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મંત્રીઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જે હજુ પણ ચાલુ છે. EDએ પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતાના ઘરેથી રૂ. 20 કરોડથી વધુ રકમ રિકવર કરી હતી. EDએ અર્પિતાને પણ કસ્ટડીમાં લીધી છે.
અનુમાનો અનુસાર મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટર્જીની છેલ્લા ઘણા કલાકોથી પૂછપરછ કરવામાં આવી રહી હતી, આ દરમિયાન EDએ તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા, જેનો મંત્રી જવાબ આપી શક્યા નહીં. જે બાદ હવે તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કેટલાક વધુ લોકોની ધરપકડ પણ થઈ શકે છે.
શું છે શિક્ષક ભરતી કૌભાંડ?
પશ્ચિમ બંગાળ સરકારના મંત્રીઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલી આ સમગ્ર કાર્યવાહી શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંબંધિત છે. આ ભરતી વર્ષ 2016માં શરૂ થઈ હતી. જેમાં ગેરકાયદેસર રીતે ભરતી કરવા માટે માટે OMR શીટ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.
એટલું જ નહીં પણ તેમાં નાપાસ થયેલા ઉમેદવારો લાખો રૂપિયાની લાંચ લઈને પાસ થયા હતા. આ મામલે શીક્ષણ મંત્રીની સીધી સંડોવણી હોવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં બીજા પણ ઘણા લોકો સામેલ હતા, જેમની ધરપકડ ટૂંક સમયમાં થઈ શકે છે.
મમતા દીદીના અન્ય મંત્રી પરેશ અધિકારીના ઘરે પણ ED નાં દરોડા ચાલી રહ્યા છે. આ સાથે તેના નજીકના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભરતી કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ સામે પણ કાર્યવાહી ચાલી રહી છે. પાર્થ ચેટરજીની ધરપકડ બાદ હવે ED પૂછપરછ માટે તેના રિમાન્ડ માંગી શકે છે.