28 વર્ષમાં સૌથી વધુ આક્રમક રીતે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી
ફેડરલ દ્વારા ધિરાણદરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ભારતીય શેરબજાર પર નેગેટિવ અસર જોવા મળી રહી છે.
ફેડરલ રિઝર્વે વધતી મોંઘવારી સામે મોટો નિર્ણય લીધો છે તેમજ ફેડરલ રિઝર્વએ લગભગ 28 વર્ષમાં સૌથી વધુ આક્રમક રીતે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી.આ સાથે ફેડરલ દ્વારા ધિરાણદરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ફુગાવાને તેના 2 ટકાના ઉદ્દેશ પર પરત લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને કારણે ભારતીય શેરબજાર પર આ વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની નેગેટિવ અસર જોવા મળી રહી છે. અમેરિકામાં મોંઘવારી 40 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર પર છે. મે મહિનામાં મોંઘવારી દર 8.6 ટકા નોંધાયો હતો.
આવી સ્થિતિમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે અમેરિકાની સેન્ટ્રલ બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે તેમજ થોડા સમય પહેલાં કેન્દ્રીય બેંકે 0.5 ટકાના વધારાને મંજૂર કરવા તૈયાર હતી, પરંતુ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ફુગાવામાં ઝડપી વૃદ્ધિએ ફેડરલ રિઝર્વને પાછળ ધકેલી દીધી છે. નવેમ્બર 1994 પછી આવા વધારો કરવામાં આવ્યો છે.આ સાથે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં આગળ પણ વધારાનો સંકેત આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ફેડ જુલાઈમાં ફરીથી 0.75 ટકાનો વધારી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ફેડ પાસે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી ઉકેલો છે.