કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના સિરસી નજીક શાલમાલા નદીમાં રવિવારે એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા. પોલીસ અધિકારીઓએ સ્થાનિક માછીમારોની મદદથી પરિવારના પાંચ સભ્યોમાંથી ત્રણના મૃતદેહ બહાર કાઢ્યા છે.
પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં બે પુરૂષ સભ્યો અને એક મહિલાનો સમાવેશ થાય છે. પરિવારના સભ્યોની ઓળખ મોહમ્મદ સલીમ (44), નાદિયા (20), મિસ્બાહ (21), નબીલ (22) અને ઉમર (16) તરીકે કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ પરિવારનું એક બાળક લપસીને નદીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો તેને બચાવવા ગયા હતા પરંતુ તેઓ પણ ડૂબી ગયા હતા.