આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત એક બંદરમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગ કેટલી જીવલેણ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગમાં પાણીમાં ઉભેલી 30 બોટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગ બુઝાવવા માટે અનેક ફાયર ટેન્ડરોને તૈનાત કરવા પડ્યા હતા. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ મોડી રાત્રે લાગી હતી અને પોલીસ-ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, જે બોટ સળગી છે તેમાંથી ઘણી કરોડોની કિંમતની હતી. વિશાખાપટ્ટનમના એડીજીપી કાયદો અને વ્યવસ્થા રવિશંકરે જણાવ્યું હતું કે મોડી રાત્રે જ્યાં પ્રથમ આગ લાગી હતી તે જહાજમાં કેટલાક બાળકો હાજર હતા. કદાચ તેઓ પાર્ટી કરી રહ્યા હતા. દરમિયાન કેટલાક ખલાસીઓએ આવીને જહાજનું લંગર હટાવીને તેને દરિયામાં જવા દીધું હતું. જોકે, શિપની ટાંકીમાં ડીઝલ ભરેલું હતું અને ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. તેથી આ જહાજમાં આગ વધુ ભડકી અને તે અન્ય બોટ તરફ આગળ વધી.
#WATCH | Andhra Pradesh: A massive fire broke out in Visakhapatnam fishing harbour. The fire that started with the first boat eventually spread to 40 boats. Several fire tenders reached the spot to control the fire. Police have registered a case and are investigating the matter.… pic.twitter.com/1ZYgiWInOz
— ANI (@ANI) November 20, 2023
પોલીસના જણાવ્યા અનુસાર જહાજને કારણે એક પછી એક અનેક બોટ નાશ પામી હતી. અંતે નૌકાદળનું સહારા શિપ આવી પહોંચ્યું હતું અને રાહત કામગીરી આગળ ધપાવી હતી અને આગને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. તેમના કારણે અમે આખરે આગ ઓલવવામાં સફળ રહ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર થોડા જ જહાજોને નુકસાન થયું હતું.