આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ખાતે દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં 5જી નું લોંચિંગ કરવામાં આવ્યું હતું. 5G લોન્ચ થયા બાદ હાલ તો ભારતના 13 શહેરોમાં શરૂ થશે. માટે દરેક દેશવાસીઓને હાલ પૂરતો આ શહેરોમાં રહેતા લોકોને જ લાભ મળશે. જેમાં દિલ્હી, કલકત્તા, ગાંધીનગર, જામનગર, અમદાવાદ વગેરે જેવા શહેરોનો સમાવેશ થાય છે. આ કાર્યક્ર્મમાં દેશનાં સૌથી મોટા મોબાઈલ ઓપરેટર્સ જેવા કે રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલનાં વડા મુકેશ અંબાણી અને સુનિલ ભારતી ઉપસ્થિત રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનાં અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમે જે કરી બતાવ્યુ છે એના પર અમને ગર્વ છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને ડીઓટી માટે તેમણે કહ્યું હતું કે અમે નેતૃત્વ લેવા માટે તૈયાર છીએ અને ભારતીય મોબાઈલ કોંગ્રેસને હવે એશિયન મોબાઈલ કોંગ્રેસ અને ગ્લોબલ મોબાઈલ કોંગ્રેસ બનાવવી જોઈએ.5G ના કારણે ભારતમાં મોર્ડનાઈઝેશન થશે. તમામ ક્ષેત્રે પ્રગતિનાં દ્વાર ખુલશે.
ભારત મોટો એક્સપોર્ટર બનશે. ભારતમાં ઘણી ચીજો બનતી થશે અને સેંકડો નવી નોકરીઓનું સર્જન થશે. ભારત આવનાર સમયમાં વિકાસની ઝડપ વધશે અને ભારત 2047 માં 3 માંથી 40 ટ્રિલિયન ડોલર થઇ શકશે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે 5 જી એટલો મોટો ભાગ ભજવશે કે 5જી ડિજિટલ કામધેનુ છે એવું કહેવું વધારે પડતું નહીં કહેવાય.
ભારતે થોડુ મોડું શરૂ કર્યું હશે પણ હું તમને ખાતરી આપું છું કે આપણે સૌથી પહેલા હઈશું. દુનિયામાં ક્યાંય ન હોય એવી ઝડપ અને કનેક્ટિવિટી અમે આપીશું એવી ખાતરી આપીએ છીએ. ભારતમાં ડિસેમ્બર 2023 સુધીમાં તમામ જિલ્લાઓ સુધીમાં જીઓ 5જી પહોંચી ગયું હશે. આત્મનિર્ભર ભારતનું સપનું હાંસલ કરવા માટે પણ આ મહત્વનું પગલું સાબિત થશે.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનુ છું. દરેક ભારતીય અને મને એક ગૌરવની લાગણી છે. તમારા નેતૃત્વમાં ભારત પ્રગતિ કરી રહ્યો છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે આવનાર સમયમાં વધારે ઝડપથી દેશ આગળ વધશે. ભારત ઓછામાં સંતોષ નહીં માને અને વધુ ને વધુ પ્રયાસ કરશે.
આજે ઇંડિયન મોબાઈલ કોંગ્રેસનાં ઉદ્ઘાટનમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇંડિયન મોબાઈલ કોંગ્રેસ 1 થી 4 ઓક્ટોબર સુધી ચાલશે.