એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડવા રાજધાની દિલ્હી પહોંચી હતી. જ્યાં દરોડા પાડી રહેલી EDની ટીમ પર હુમલો થયો હતો. સાયબર ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની ટીમ દરોડા પાડવા પહોંચી હતી.
દિલ્હીના બિજવાસન વિસ્તારમાં બનેલી ઘટના અંગે તપાસ એજન્સીએ પોલીસમાં FIR નોંધાવી છે. આ તપાસ PPPYL સાયબર એપ ફ્રોડ કેસ સાથે સંબંધિત છે. આ કેસમાં કથિત આરોપીઓ જેમાં અશોક શર્મા અને તેના ભાઈનો સમાવેશ થાય છે. કથિત રીતે ED ટીમ પર હુમલો કર્યો. સૂત્રોએ જણાવ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.