મની લોન્ડરિંગ કેસમાં EDએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ PMLA હેઠળ ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીમાં 16 સ્થળો પર દરોડા પાડ્યા છે. EDએ SecureCloud Tech Ltd, Pro Fin Capital Services Ltd, Quantum Global Securities Ltd, Unity Global Financial Services Pvt Ltd, Desert River Capital Pvt Ltd અને તેના પ્રમોટર્સની ઓફિસ અને રહેણાંક જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું છે.
કરોડોની સંપત્તિ જપ્ત કરી છે
આ કેસમાં ED દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં 1.04 કરોડ રૂપિયાની રોકડ, સોના અને હીરાના ઝવેરાત અને 30 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિની રિકવરી કરવામાં આવી છે. EDએ વિવિધ ડીમેટ ખાતાઓમાં અન્ય જંગમ સંપત્તિઓ સાથે ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા પણ જપ્ત કર્યા છે.
160 કરોડ શેરની રમત છે
જણાવી દઈએ કે EDને PMLA તપાસથી જાણવા મળ્યું કે આ સ્ટોક બ્રોકરેજ અને ફાઈનાન્શિયલ સર્વિસ કંપનીઓના ડિરેક્ટર્સ અને લાભકારી માલિકોએ 160 કરોડ રૂપિયાના શેર્સ ઑફ માર્કેટમાં ટ્રાન્સફર અને વેચ્યા છે. આના માધ્યમથી ગુનેગારોએ મોટી કમાણી કરી છે.