મંગળવારે સવારે માત્ર પાંચ કલાકમાં જ ઉત્તરપૂર્વમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો આંચકો મણિપુરની આસપાસ અનુભવાયો હતો, જ્યારે બીજા આંચકાએ મેઘાલયના તુરાની જમીનને હચમચાવી દીધી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પૂર્વોત્તરમાં પહેલો આંચકો મણિપુરના નોની જિલ્લામાં અનુભવાયો હતો. અહીં ભૂકંપની તીવ્રતા 3.2 હતી અને કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપ સવારે 2.46 કલાકે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ જમીનથી 25 કિમી નીચે હતું.
મેઘાલયમાં સવારે લગભગ 6.57 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાજ્યના તુરાથી 59 કિમી ઉત્તરમાં હતું. તેની ઊંડાઈ જમીનથી 29 કિમી નીચે રહી હતી. આ આંચકાઓમાં પણ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.