રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કર્યા
ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા એનવી રમણાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા
દ્રૌપદી મુર્મૂને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કર્યા છે. હાલમાં તેઓ સંસદભવનમાં સંબોધન કરી રહ્યા છે. દ્રૌપદી મુર્મૂએ 25 જૂલાઈ એટલે કે, સોમવારના રોજ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા એનવી રમણાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા હતા.
LIVE: Swearing-in-Ceremony of the President-elect Smt Droupadi Murmu https://t.co/34DbgoUw1H
— President of India (@rashtrapatibhvn) July 25, 2022
વિદાયમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવનમાં પાઠવી શુભકામનાઓ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. ત્યાર બાદ સંસદ ભવન માટે રવાના થઈ ગયા છે. તેઓ રાષ્ટ્રપતિના કાફલા સાથે સંસદ જઈ રહ્યા છે. થોડી વારમાં તેમનો શપથગ્રહણ સમારંભ શરૂ થશે.