અગ્નિપથ યોજનાનું સત્તાવાર નોટિફિકેશ જાહેર
આ તારીખથી કરી શકાશે ઓનલાઈન રજીસ્ટ્રેશન
જૂલાઈમાં યોજાશે ઓનલાઈન પરીક્ષા
ભારત સરકારની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજના અંતર્ગત અગ્વિનીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેંટનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જે અંતર્ગત ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ત્યાર બાદ ભારતીય સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર વિજિટ કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા જૂલાઈ 2022થી થશે. આ સંબંધમાં ત્રણેય સેનાની પાંખ અંતર્ગત વાયુસેનાએ પણ ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જેમાં સૌથી પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે, બાદમાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
અગ્નિપથ યોજનામાં વાયુસેના માટે 24 જૂનથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે, જે 5 જુલાઈ સુધી ચાલશે, રજીસ્ટ્રેશન શરૂ થયાનાં એક મહિના બાદ એટલે કે 24 જુલાઈના દિવસે ઓનલાઈન પરીક્ષા શરૂ થશે. જાહેર કરવામા આવેલા નોટિફિકેશ અનુસાર ઉમેદવારની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે. આ દરમિયાન દર વર્ષએ 30 દિવસની રજા આપવામાં આવશે. સર્વિસના પ્રથમ વર્ષે 30,000/ વેતન અને ભથ્થા, બીજા વર્ષે 33,000 વેતન અને ભથ્થા, ત્રીજા વર્ષે 36,500/ વેતન અને ભથ્થા તથા અંતિમ વર્ષે 40,000 વેતન અને ભથ્થા આપવામાં આવશે.
ચાર વર્ષની સર્વિસ પુરી થયા બાદ અગ્નિવીરોને સેવા નિધિ પેકેડ, અગ્નિવીર સ્કીલ સર્ટિફિકેટ અને ધોરણ 12 સમકક્ષ યોગ્યતા સર્ટિફિકેટ પણ મળશે. જે ઉમેદવાર 10મનું પાસ છે, તેમને 4 વર્ષ બાદ 12 પાસ સમકક્ષ સર્ટિફિકેટ પણ મળશે, જેની સમગ્ર વિગતો બાદમાં જાહેર કરવામાં આવશે.
આ પદો પર થશે ભરતી
અગ્નિવીર જનરલ ડ્યૂટી
અગ્નિવીર ટેક્નિકલ (એવિએશન/ એમ્યુનેશન)
અગ્નિવીર ક્લાર્ક/ સ્ટોર કીપર ટેક્નિકલ
અગ્નિવીર ટ્રેડ્સમેંન- 10મું પાસ
અગ્નિવીર ટ્રેંડ્સમેંન- 8મું પાસ