ચૂંટણી પંચ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત યૂપી, ઓડિશા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢમાં 5 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટ પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ તમામ સીટો પર 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ ઘોષિત થશે.
ઓડિશાની પદમપુર, રાજસ્થાનની ચુરુની સરદારશહર સીટ, બિહારની કુરહની, છત્તીસગઢની ભાનુપ્રતાપપુર અને ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા સીટ પર ચૂંટણી થશે, આ ઉપરાંત યૂપીની મૈનપુરી લોકસભા સીટ પર પણ મતદાન થશે. સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનના કારણે આ સીટ ખાલી પડી છે અને તેના કારણે અહીં પણ પેટાચૂંટણી યોજાશે.
આ સીટો માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. ઉમેદવારોને નોમિનેશનની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. ઉમેવારી પત્રોની સ્ક્રૂટની 18 નવેમ્બરે કરવામાં આવશે, જ્યારે કેન્ડીડેંટ પોતાનું નામાંકન 21 નવેમ્બર સુધી પાછું ખેંચી શકશે.
ઓડિશા, બિહાર, રાજસ્થાન, યુપી અને છત્તીસગઢની આ સીટો પર એકસાથે 5 ડિસેમ્બરે વોટિંગ થશે. જ્યારે 8 ડિસેમ્બરે હિમાચલ અને ગુજરાત ચૂંટણી પરિણામ સાથે આ સીટો પર પણ મતગણતરી થશે.