અરબ સાગરની જળસપાટી વાર્ષિક 0.5થી 3 મિમીના દરે વધી રહી છે.
મુંબઈમાં જમીનનું અંતર્ગોળ સરેરાશ વાર્ષિક 28.8 મિમીના દરે જોવા મળ્યું છે.
સામાન્ય વરસાદમાં પણ મુંબઈનો 38 ટકા ભાગ પાણીમાં ગરકાવ થઈ શકે છે
સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર મુંબઈ વિશે અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈના દરિયાની સપાટીથી 10 મીટરથી નીચે લગભગ 46 ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી વાર્ષિક 8.45 મિમીની ઝડપે 19 ચોરસ કિમી ડૂબી રહી છે. જયારે સરેરાશ જોઈએ તો બાકીના વિશ્વની સરખામણીએ મુંબઈના ડૂબવાની ગતિ ઓછી છે, પરંતુ દરિયાની સપાટીમાં વધારો અને સમય જતાં વધુ પડતા વરસાદને કારણે તેની અસર વધી શકે છે. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે અરબ સાગરની જળસપાટી વાર્ષિક 0.5થી 3 મિમીના દરે વધી રહી છે. મુંબઈના કેટલાક વિસ્તારો તેના કરતા ઘણી ઝડપથી નીચે જઈ રહ્યા છે. આ બેવડું સંકટ છે.આ ઉપરાંત આઈઆઈટી બોમ્બેમાં ક્લાઈમેટ સ્ટડીઝ પર હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસાઓ ઉપર પણ એચટીએ જાણકારી આપી છે.
તેમનો દાવો છે કે મુંબઈમાં જમીનનું અંતર્ગોળ સરેરાશ વાર્ષિક 28.8 મિમીના દરે જોવા મળ્યું છે. જે વિસ્તારોમાં સૌથી વધુ ખતરો છે તેમાં ભાયખલા, કોલાબા, ચર્ચગેટ, કાલબા દેવી, કુર્લા, અંધેરી પૂર્વ, મુલુંડ, નાહુર પૂર્વ, દાદર, વડાલા અને તાડદેવ, ભાંડુપ, ટ્રોમ્બે અને ગોવંડીના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. આ રિસર્ચના મુખ્ય લેખક સુધા રાનીનું કહેવું છે કે, ઊંચા ઉત્સર્જનની સ્થિતિમાં દરિયાની સપાટીમાં 1થી 1.2 મીટરનો વધારો થવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં સામાન્ય વરસાદમાં પણ મુંબઈનો 38 ટકા ભાગ પાણીમાં ગરકાવ થઈ શકે છે. આ એક ગંભીર મુદ્દો છે જેને તાત્કાલિક ઉકેલવાની જરૂર છે.