ભાજપના બંધના એલાનના પગલે ઉદયપુરમાં કર્ફયૂ
રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ; NIA અને SITની ટીમ પહોંચી
કન્હૈયાલાલે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી.
મંગળવારે નુપુર શર્માને સમર્થન કરનાર એક દરજીની કેટલાક ઇસમોએ હત્યા કરી હતી, સાથેજ હત્યાનો વિડિયો પણ ઉતાર્યો હતો. તાલિબાનોની જેમ હત્યા કર્યા બાદ ઉદયપુરમાં ઠેર-ઠેર પોલીસ તહેનાત કરવામાં આવી છે. 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સમગ્ર રાજસ્થાનમાં 24 કલાક ઈન્ટરનેટ બંધ છે અને એક મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. વહીવટીતંત્રે ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ દરમિયાન ભાજપે ઉદયપુર બંધનું એલાન આપ્યું છે. જ્યારે, બુધવાર સવારે ઉદયપુરની મહારાણા ભૂપાલ સિંહ હોસ્પિટલના શબઘરમાં કન્હૈયાલાલના પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
હત્યાના 4 કલાક બાદ બે આરોપીઓ ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બરની ધરપકડ કરવામાં આવી છે. NIA અને SITની ટીમ ઉદયપુર પહોંચી ગઈ છે. પૂછપરછ બાદ NIA પોતાના હાથમાં તપાસ સંભાળી શકે છે. SIT ટીમમાં ADG અશોક રાઠોડ સહિત ચાર લોકો ઉદેપુર પહોંચી ગયા છે.
જોધપુરથી જયપુર જતા સમયે અશોક ગેહલોતે ઉદયપુરની ઘટના પર કહ્યું- શું પ્લાન અને ષડયંત્ર હતું. કોની લિંક છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કડી શું છે. આ તમામ બાબતો બહાર આવશે. આ ઘટના સામાન્ય નથી. કેટલાક અસામાજીક તત્વો હોઈ શકે છે. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. જે પણ જાણવા મળશે, તે હું જણાવીશ. આટલું જ નહીં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા પણ પરિવારજનોને મળવા ઉદયપુરની એમબી હોસ્પિટલ પહોંચ્યા હતા.
તેમણે જણાવ્યું હતુ કે સરકારનાં ગુપ્તચર વિભાગની આ નિષ્ફળતા છે. ગુનેગારોમાં હવે કોઈ ડર રહ્યો નથી. અત્યાર સુધી ઘણા એસએચઓને હટાવ્યા નથી.સીએમ અશોક ગેહલોત પણ ત્રણ દિવસનો જોધપુર પ્રવાસ અધવચ્ચે છોડીને જયપુર જવા રવાના થઈ ગયા છે. જયપુર પહોંચ્યા બાદ સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આમાં અમે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાશે. બેઠકમાં સીએસ, ડીજીપી, ગૃહ અને પોલીસ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેશે.
મંગળવારે બપોરે દુકાનમાં ઘૂસીને દરજી કન્હૈયાલાલ સાહુની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો તેમજ વીડિયો બનાવી વડાપ્રધાન મોદીને પણ ધમકી આપી હતી. હત્યા બાદ પરિવારે કેટલીક માંગણીઓ કરી હતી. આ અંગે સંમતિ મળ્યા બાદ કન્હૈયાલાલના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ અગ્નિસંસ્કાર કરાશે. મૃતકનાં પરિવારજનોને 31 લાખલા સહાય અને બંને પુત્રોને નોકરીની ખાતરી આપવામાં આવી છે. બેદરકારી દાખવવા બદલ ધનમંડી પોલીસ સ્ટેશનના એએસઆઈ ભંવરલાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અગાઉ બંને હુમલાખોરો મંગળવારે કપડાનું માપ આપવાના બહાને દરજી કન્હૈયાની દુકાનમાં ઘૂસ્યા હતા. હત્યારાઓએ ઘાતકી રીતે તેની હત્યા કરી હતી. જેના કારણે ઉદેપુરમાં દિવસભર વાતાવરણ તંગ રહ્યું હતું. હત્યાકાંડનો વિરોધ કરી રહેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાથી નારાજ લોકોના વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘણી વખત ઘર્ષણ પણ થયું હતું. ઉદયપુરનો સમગ્ર વહીવટી સ્ટાફ સ્થળ પર જ રહ્યો હતો.
સીએમ જોધપુર એરપોર્ટ પહોંચ્યા બાદ ઉદયપુર કેસમાં નિવેદન જારી કર્યું. તેમણે કહ્યું – આ ખૂબ જ ચિંતાનો વિષય છે. કોઈની હત્યા ચિંતાજનક છે. સમગ્ર દેશમાં તણાવનું વાતાવરણ સર્જાયુ છે. વાતાવરણ સારું નથી. શેરીઓમાં જ્યાં વસ્તી ઓછી છે ત્યાં તેઓ વધુ ચિંતિત છે.