દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,847 નવા કેસ નોંધાયા છે.
સૌથી વધુ કેસો 4255 સાથે મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત નોંધાયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,847 નવા કેસ નોંધાયા છે . જેમાં સૌથી વધુ કેસો 4255 સાથે મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ પછી કેરળમાં 3,419, દિલ્હીમાં 1,323, કર્ણાટકમાં 833 અને હરિયાણામાં 625 કેસ નોંધાયા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત નોંધાયા છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 63,000ને પાર પહોંચી ગઈ છે. એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા 63,063 છે.
જે દેશમાં નોંધાયેલા કુલ કેસના 81.37 ટકા એકલા આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં જ 33.12 ટકા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા વધીને 5,24,817 થઈ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 15,27,365 લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ રસી લેનારા લોકોની સંખ્યા વધીને 1,95,84,03,471 થઈ ગઈ છે. ભારતમાં ગઈકાલે કોરોનાના 12,213 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત થયા હતા.જ્યારે કુલ 7,624 દર્દીઓ આ રોગમાંથી સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1300થી વધુ કેસ નોંધાયા હતા જ્યારે બે લોકોના મોત થયા હતા. મહત્વનું છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં સતત ત્રીજી વખત કોરોનાના કેસોની સંખ્યા 1000 થી વધુ હતી. દિલ્હીમાં ગઈકાલે કોરોનાના 1375 કેસ નોંધાયા હતા. જ્યારે પોઝિટિવિટી રેટ 6.69 ટકા હતો. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 19,776 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ગત રોજ કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1016 છે. હાલમાં દિલ્હીમાં 3948 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયામાં કોવિડના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.